રવિ અગ્રવાલ, વડોદરા: કોરોના વાયરસ (Corona Virus) નો જે રીતે પ્રકોપ જોવા મળી રહી છે તેની અસર રથયાત્રા પર પડી છે. 38 વર્ષ બાદ આજે વડોદરા (Vadodara) માં પણ રથયાત્રા નીકળશે નહીં. જો કે સાંજે 4.30 વાગે મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવામાં આવશે. અત્રે જણાવવાનું કે વડોદરા ઈસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન થતું હોય છે.
મળતી માહિતી મુજબ મેયર ડો જિગીષા શેઠ સોનેરી ઝાડુથી રથયાત્રાનો માર્ગ સ્વચ્છ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. સાંસદ, ધારાસભ્યો, કલેકટર, પોલીસ અને મ્યુનિ કમિશનર તે સમયે હાજર રહેશે. આ દરમિયાન ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે કરી પૂજા
રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ વડોદરાના ઈસ્કોન મંદિરે દર્શન માટે પહોંચ્યાં. ત્યાં તેમણે પરિવાર સાથે ભગવાન જગન્નાથની પૂજા કરી. તેમણે કહ્યું કે કોરોના વાયરસનો ખાતમો થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી છે. કોરોના વાયરસના કારણે આ વખતે ભગવાન નગરયાત્રાએ નીકળવાના નથી.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને લઈને અમદાવાદમાં પણ રથયાત્રા કાઢવા માટે મંજૂરી અપાઈ નથી. મોડી રાત સુધી ચાલેલી હાઈકોર્ટની સુનાવણીમાં કોર્ટે રથયાત્રા કાઢવા પર રોક લગાવી જેથી કરીને આજે વર્ષો જૂની પરંપરા તૂટી અને રથને મંદિર પરિસરમાં જ પરિક્રમા કરાવવામાં આવ્યાં.
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે